Pradhan Mantri Sukanya Samrudhi Yojana application form and document Info Gujarat

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના શુ છે ?

What is Pradhan Mantri Sukanya Samrudhi Yojana?

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો – બેટી પઢાઓ કૅમ્પનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી , 2015 માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી . તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે . દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે . આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે

 . સામાન્ય : 1 PPF અકાઉન્ટ ખુલે છે , ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ કસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો . આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે . જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે . આ યોજનાં બાળકીઓ અને તેમના માતા – પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે . જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે .

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિની શું છે ખાસિયત ? 

1. દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો . 

2. જમા રકમ પર વાર્ષિક ૭.૬ ટકા હિસાબે વ્યાજ મળે છે . 

3. નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે . 

4. જમાં રકમ પર 80 – સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે . 

5. દીકરી ૪ વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે .

પ્રધાનમંત્રી સુકન્યા માટે કેવી રીતે ખોલશો ખાતું ? 

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો . તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો . 

દીકરીનો ફોટોગ્રાફ લવાણીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો . બની શકે કે અમુક આંતરિલાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે . તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો . • ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો .. • પોતાનું આઇ ડી અને એડ્રેસ મુકની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો . • પોતાના અને પોતાની પુત્રીના બે – બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો . • તમે સુકન્યા સમૃદ્ધિ યૌજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો . 

યોગ્યતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના ની મહત્વની વાત 

1. આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો . 

2. તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો . 

3. આ યોજના પીપીએફ યોજના જેવી છે . એટલું જ નહીં આ યોજના પીપીએક કરતા વધુ વ્યાજ આપે છે . 

4. જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો . તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે . 

5. જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી – મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો . 

6. જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો . પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે . 

7. આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો . 

8. માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃદ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે . 

આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે . અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે . અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે . આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે . અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100 ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમાં કરાવી શકાય છે . 

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ? 

સ્થાનિક મધ્યસ્થ પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરવો . 

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

Download now aplication

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!