રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના અંતર્ગત કોને લાભ મળે, કેટલો લાભ મળે અને કઈ જગ્યા પરથી લાભ મળે વગેરે જેવી બાબતો તમને નીચે દર્શાવામાં આવી છે. આ યોજનાની વિગતવાર માહિતી અહીંયા આપેલી છે.
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના લાભ કોને મળે?
મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).
પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી ના જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના લાભ ક્યાંથી મળે
કુટુંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન જે તે ફેસિલિટી સેન્ટરમાં કરાવો ત્યારે આપણે જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા ઓપરેશન કરાવતો લાભાર્થીને બેંક ખાતામાં સહાય આપવામાં આવશે.
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના કેટલો લાભ મળે
વિગત | લાભાર્થીને સહાય | મોટીવેટર |
પુરુષ નસબંધી (દરેક) | 2000 | 300 |
ટયુબેકટોમી (સ્ત્રી વ્યંધીકરણ) | 1400 | 300 |
ટયુબેકટોમી (સ્ત્રી વ્યંધીકરણ)(પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તે માટે) | 2200 | 300 |
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે. જે તમને જિલ્લા આરોગ્ય તંત્ર માંથી મળી રહશે.
ગુજરાતમાં 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલ શિશુની 7 દિવસની સારવાર માટે સરકારે બાલસખા યોજના-3 અમલમાં મૂકી છે જે અંતર્ગત 7 દિવસ માટે 49,000 રૂપીયા સરકાર ખાનગી હોસ્પિટલને ચૂકવશે તેવી યોજના અમલમાં મૂકી છે. પરંતુ પોરબંદરમાં 11 જેટલા ખાનગી દવાખાના હોવા છતાં આ યોજના અમલમાં મૂકવામાં આવી નથી.
રાજ્ય સરકાર દ્વારા કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે આ યોજના અમલમાં મૂકી છે જેમાં 1.5 કિલોગ્રામથી ઓછા વજનના જન્મેલા બાળકોને સારવાર માટે રોજના 1000 રૂપીયા લેખે 7 દિવસ સુધી 49,000 રૂપીયાની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે બાળકની માતાને પણ રહેવા અને ભોજનનો ખર્ચો રાજ્યસરકાર આપશે.